( ઉર્દુ માંથી ગુજરાતી કરેલ )
આ કિસ્સો એક સઉદી નૌ જ વાન નો છે. તેને પોતાની જીંદગી માં સુકુન અને ચેન ન હતું. તેનો પગાર ખાલી ચાર હજાર રીયાલ હતો. શાદી શુદા હોવાનાં કારણે તેનો ખર્ચ તેનાં પગાર થી બહુ વધારે હતો. મહીનો પુરો થાય તે પહેલાં જ તેનો પગાર પુરો થઈ જતો અને તેને ઉછીના પૈસા લેવા પડતાં હતાં. અને આવી જ રીતે તે ધીરે ધીરે ઉછીના પૈસા લેવા નાં ચક્કર માં ડુબતો જતો હતો અને તેને યકીન થવા લાગ્યો હતો કે હવે તેની જીંદગી આવી જ હાલત માં ગુજરી જશે - તેમ છતાં કે તેની પત્ની તેના જીંદગી ની હાલત નો ખ્યાલ કરતી. પણ ઉછીના લીધેલા પૈસા નાં બોઝ માં તો સાશ્વ લેવો પણ મુશ્કીલ હોય છે.
એક દિવસ તે તેના દોસ્તો ની મીટીંગ માં ગયો. ત્યાં એ દિવસે એક એવો દોસ્ત પણ હતો જે સારી સલાહ આપતો હતો અને તે નૌ જવાન નું એવું કેહવુ હતું કે હું મારા દોસ્ત ના મશવરા ની કદ્ર કરતો હતો.
નૌ જવાન કેહવા લાગ્યો કે : મેં મારા દોસ્ત નેં વાતો વાતોમાં મારી મુસીબતો ની કહાની કહીં સંભળાવી અને મારી માલી મુશ્કેલીઓ ને તેનાં સામે મુકી. તેણે મારી વાત સાંભળી અને તેણે કહ્યું કે મારી સલાહ એમ છે કે તમે તમારી પગાર માથી થોડોક હીસ્સો સદકા માટે નક્કી કરો - તે સઉદી નૌ જવાને તઅજજુબ થી કહ્યું : ભાઈ સાહબ. મારે ઘરના ખર્ચા પુરાં કરવાં માટે ઉછીના પૈસા લેવા પડે છે અને તમે સદકો આપવાનું કહીં રહ્યા છો ?
ખેર મેં ઘરે આવીને મારી પત્નીને આખી વાત કરી તો મારી પત્ની કેહવા લાગી કે : ચેક કરવા માં શું વાંધો છે ? થઈ શકે છે કે અલ્લાહ તઆલા તમારી ઉપર રોજી નાં દરવાજા ખોલી દે.
નૌ જવાન કહે છે કે : મેં મહીના ના ચાર હજાર રીયાલ માંથી ત્રીસ રીયાલ સદકો આપવા માટે નક્કી કર્યા અને મહીના ની છેલ્લી તારીખે સદકો આપવાનું શરૂ કર્યું.
સુબ્હાન લ્લાહ ! કસમ ખાઈને કહું છું. મારી તો હાલત જ બદલાઈ ગઈ. ક્યાં હું દર વખતે માલ નાં ટેનશનો માં અને વિચારો માં રહેતો હતો અને ક્યાં હાલ ની મારી જીંદગી એમ થતું હતું કે ફુલ બની ગઈ. હલકી ફુલકી અને આસાન. લોકો પાસે થી ઉછીના પૈસા લીધેલા હોવા છતાં હું પોતાને આઝાદ સમજતો હતો. એક એવું દિમાગી ચેન સુકુન હતું કે શું કહું !
થોડા મહિના પછી મેં મારી જીંદગી ને સેટ કરવાનું શરૂ કર્યું. મારાં પગાર ને મેં અલગ અલગ હિસ્સા ઓ માં વેહચી દીધો. અને આમ એવી બરકત થઈ કે જેવી પેહલા ક્યારેય ન હોતી થઈ - મેં હિસાબ લગાવી લીધો અને મને એક અંદાજો મળી ગયો કે કેટલી મુદ્ત માં ઈન શા અલ્લાહ ઉછીના લીધેલા પૈસા ના બોજ થી મારી જાન છુટી જશે.
પછી અલ્લાહ તઆલાએ એક બીજો રસ્તો ખોલ્યો અને મેં મારા એક સાથી સાથે તેના પ્રોપર્ટી નાં કામમાં ભાગ લેવા નું શરૂ કર્યું. હું તેને ગ્રાહક લાવીને આપતો અને તેના પર મને ખાસ પ્રોફીટ મળતું.
અલ્હમ્દુ લિલાહ ! હું જ્યારે પણ કોઈ ગ્રાહક ની પાસે જતો તે મને કોઈ બીજા ગ્રાહકો સુધી જરૂર પોંહચાડતો.
હું ત્યાં પણ એ જ અમલ કરતો હતો કે જ્યારે પણ મને પ્રોફીટ મળતું હું તેમાંથી અલ્લાહ માટે સદકો જરૂર નીકાળતો.
અલ્લાહ ની કસમ ! સદકો શું છે ? કોઈ નથી જાણતું. સિવાય એનાં જેણે એને અપનાવ્યો હોય.
સદકો કરો . અને સબ્ર થી કામ કરો. અલ્લાહ નાં ફઝલ થી ખેર અને બરકત પોતાની આંખો થી ઉતરતી જોશો.
નોટ :
૧. જ્યારે તમે કોઈ મુસલમાન ને પગાર માંથી સદકો આપવા માટે રકમ નક્કી કરવાનું કેહશો અને એ તેનાં પર અમલ કરશે તો તમને પણ એટલો જ સવાબ મળશે જેટલો સદકો આપવા વાળા ને મળશે. અને સદકો આપવા વાળા ના સવાબ માંથી કંઈ પણ કમી થશે નહીં.
સોચો !!!
તમે આ દુનિયા છોડી ને જતા રહેશો અને તમારા કારણે તમારા પાછળ કોઈ સદકો કરતું રહેશે !
૨. એવી જ રીતે જો તમે આ મેસેજ આગળ પોંહચાડશો અને કોઈ એ સદકો આપવાનો નિર્ણય કરી લીધો તો તમને પણ સદકો આપવા વાળા નાં બરાબર સવાબ મળશે.
( જેવી રીતે મેં આ મેસેજ ને વાંચીને સદકો કરવાનો મઅમુલ બનાવ્યો. અને કસમ ખાઈને કહું છું કે.સૌથી વધારે ફર્ક મારાં દિમાગી હાલત પર પડ્યો. એક એવું ચેન અને સુકુન મહેસુસ થયું કે તેનો જવાબ નથી )
મારાં સાથીયો !!!
ભલે તમે તાલિબે ઇલ્મ હોવ. અને તમને એક ખાસ કિંમત મળે છે તો પણ તમે થોડું ઘણું જે થઈ શકે તે કંઈક ને કંઈક રકમ સદકા માટે નક્કી કરો.
જો સદકો આપવા વાળો જાણી લે અને સમજી લે કે તેનો સદકો ફકીર નાં હાથ માં જાય તે પહેલાં અલ્લાહ નાં હાથ માં જાય છે તો યકીનન આપવા વાળા ને લેવા વાળા કરતા વધારે ખુશી થશે.
શું તમને સદકા ના ફાયદાઓ ખબર છે ?
ખાસ કરીને ૧૭. ૧૮. ૧૯ ને ધ્યાન થી વાંચજો.
સાંભળી લ્યો !
સદકો આપવા વાળા પણ અને જે સદકો આપવા નું કારણ બને છે તે પણ !!!
૧. સદકો જન્નત નાં દરવાજા માંથી એક દરવાજો છે.
૨. સદકો નેક અઅમાલ માં અફઝલ અમલ છે. અને સૌથી સારો સદકો ખાવા ખવડાવું છે.
૩. સદકો કયામત નાં દિવસે છાંયડો હશે. અને તે તેના આપવા વાળા ને આગ થી બચાવશે.
૪. સદકો અલ્લાહ તઆલા નાં ગુસ્સા ને ઠંડો કરી દે છે. અને કબ્ર ની ગરમી માં ઠંડક નો હથિયાર છે
૫. મય્યત માટે સૌથી સારો તોહફો અને સૌથી વધારે નફો પોંહચાડવા વાળી વસ્તુ સદકો છે. અને સદકા ના સવાબ ને અલ્લાહ તઆલા વધારતા રહે છે.
૬. સદકો પાકી છે. દિલ ની પાકી નો સામાન છે અને નેકીયો ને વધારે છે.
૭. સદકો કયામત નાં દિવસે સદકો કરવા વાળા ના ચેહરા ની ચમક અને નિખાર નો સામાન છે.
૮. સદકો કયામત ની તકલીફો નાં ડર થી બચાવ છે. અને પાછળ વિતેલા પર અફસોસ નથી થવા દેતો.
૯. સદકો ગુનાહો ની મગ્ફીરત નો સામાન અને બુરાઈઓ નો બદલો છે.
૧૦. સદકો ખુશ ખબરી છે સારા ખાત્મા ની. અને ફરિશ્તાઓ ની દુઆ નો સામાન છે.
૧૧. સદકો આપવા વાળો સારા લોકો માંથી છે. અને તેનો સવાબ હર એ વ્યક્તિ ને મળે છે જે તેમાં કોય પણ રીતે શામિલ હોય.
૧૨. સદકો આપવા વાળા થી બહુ વધારે ભલાઈ અને મોટા બદલા નો વાયદો છે.
૧૩. ખર્ચ કરવો એ આદમી ને તકવા વાળા ઓ ની લાઈન માં ઉભો કરી દે છે. અને સદકો કરવા વાળા થી અલ્લાહ ની મખ્લુક મોહબ્બત કરે છે.
૧૪. સદકો કરવો એ નેકી ભલાઈ અને સખી હોવાની નિશાની છે.
૧૫. સદકો દુઆઓ ના કબુલ થવાનું અને મુશ્કેલીઓ થી છુટકારો મેળવવા નું સામાન છે.
૧૬. સદકો મુશિબતો ને દુર કરે છે અને દુનિયામાં સિત્તેર દરવાજા બુરાઈઓ નાં બંધ કરે છે.
૧૭. સદકો ઉંમર માં અને માલ માં વધારો થવાનો સામાન છે. કામયાબી અને વધારે રોજી નો સામાન છે.
૧૮. સદકો ઈલાજ પણ છે.દવા પણ છે અને શીફા પણ.
૧૯. સદકો આગ થી બળી જવાથી. ડુબી જવાથી. ચોરી અને ખરાબ મોતને રોકે છે.
૨૦. સદકા નો બદલો મળે છે ભલે જાનવરો પક્ષીઓ પર કેમ ન હોય.
No comments:
Post a Comment
tell me your islamic-related information you want .I am try give you