Sunday, June 11, 2023

મધ

જો તમને પણ શરદી,ખાસી રહે છે તો મધમાં આ કેટલીક વસ્તુઓને ભેળવીને પીવાથી આ સમસ્યાઓ થશે દૂર 

મધ અને એલચીનો પાવડર શરદી મટાડે છે
મધ અને હરદળ કફને છૂટો પાડે છે

મધ ઔષધી ગુણોથી ભરપુર છે ,મઘનો ઉપયોગ મોટા ભાગના લોકો દવા તરીકે કરતા આવ્યા છે, મધ જૂદી જૂદી રીતે લેવાથી ઘણી બઘી બીમારીઓ મટે છે,જો ક ેઘણા લોકો સવારે હુફાળા પાણીમાં મધનાખીને પીતા હોય છે તેનાથી વેઈટ લોસ થાય છે ચરબી ઓગળે છે ,જો કે આપણે આજે મધને કઈ કઈ વસ્તુઓ સાથે ખાવાથી શું ફાયદાઓ થાય છે તે જાણીશું
મધ અને પાણી

દરરોજ સવારે ખાલી પેટ હુફાળા ગરમ પાણીમાં મધ મેળવીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સાથે જ પેટની ચરબી ઓગળવાથી લઈને વેઈટ લોક કરવામાં મોટી મદદ મળે છે.આ સાથે જ પેટમાં હાજર ખરાબ બેક્ટેરિયાનો ખાતમો થાય છે.

મધ અને એલચી

1 ચમચી મધમાં 2 એલચીને વાટીને પાવડર બનાવી તેની સાથે મિક્થેસ કરીને ખાવાથી શરદી, ખાસી મટે છે,સાથે જ જો કફ થયો હોય તો તે છૂટો પડીને ગળા વાટે નીકળે છે. જો અવાજ બેસી ગયો હોય તો પણ મધ એલચીનું સેવન ખૂબ ફાયદો કરાવે છે
મધ અને હરદળ 

ગળાના ઇન્ફેક્શનથી આ મિશ્પરણ તમને રાહત આપવાનું કામ કરે છે. આ સાથે જ જે લોકોને સુકી ખાસી હોય તેમના માટે પણ આ રામબાણ ઈલાજ છે. સાથે જ ગળાની અંદર કાકરા થયા હોય અથવા તો સોજો આવ્યો હોય ત્યારે મધ હરદળ દવાનું કામ કરે છે.

મધ અને લવિંગનો પાવડ

મધ અને લવિંગના પાવડરનું મિશ્રણ લિવરને ડિટોક્સિફાઇ કરવામાં પણ મદદ કરે છે. સાથે જ બ્લડ શુગર લેવલને પણ કન્ટ્રોલમાં રાખશે. તે માટે ત્રણ લવિંગ પીસીને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને ખાવું જોઈએ.
મધ અને લીબું

ગરમ પાણી સાથે મધ અને લીબું મિક્સ કરીને પીવાથી વજન ઝડપથી ઘટે છે. સાથે જ પાચનની ક્રિયા મજબૂત બને છે અને પાચન શક્તિમાં સુધારો થાય છે,જે લોકોને એસિડીટીની સમસ્યા હોય તેમણે સવારે ખાલી પેટે મધ લીબું વાળું ગરમ પાણી પીવું જોઈએ

મધ અને આદુનો રસ

1 ચમચી મધમાં અડધી ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવાથી ખાસી ,શરદી મટે છે,ગળામાં પણ રાહત થાય છે.આ સાથે જ બેસી ગયેલો આવાજ ખુલે છે. જે લોકોને સતત ગળું સુકાતું હોય તેમણે આ મિશ્રણનું સેવન કરવું જોઈએ.
મધ અને સૂંઠ

મધની તાસિર ઠંડી છે તો સૂઠ ગરમ છે એટલે જ્યારે ખૂબ ખાસી હોય ત્યારે આ બન્નેનું સેવન કરવું જોઈએ આ સાથે જ ઠંડા પાણીથી ન્હાયા હોય અથવા સ્વિમિંગ પુલમાંથી બહાર આવ્યા હોય ત્યારે એક ચમચી મધ અને અડધી ચમચી સૂંઠ ચાટી જવું જેથી શરદી થશે નહી કાન અને ગળાનો દુખાવો પણ મટશે.